પુરુષ એટલે કોણ ? - દર્શન પંડયા

 

પુરુષ એટલે કોણ ? 


"સહનશક્તિ પરાકાષ્ઠા એટલે પુરુષ " શિર્ષક હેઠળ ના એક ઓનલાઈન કાર્યક્રમ મા મારુ ટુકું વક્તવ્ય હતું. જેમાં ચર્ચા નો મુખ્ય હેતુ કે પુરુષ આખરે કેટ કેટલું સહન કરે. જે અંતર્ગત તમામે પોત પોતાના મંતવ્યો રજૂ કર્યા. પણ જ્યારે મારો વારો આવ્યો ત્યારે હું ક્ષણિક વિચાર મા પડી ગયો કે પુરુષ છું એટલે પુરુષ ના પ્રોબ્લેમ તેની તકલીફ સમસ્યાઓ થી પુરેપુરો વાકેફ છું પણ તેને રજૂ ખઈ રીતે કરુ. 

અંતે હિંમત કરી તે પુરુષ એટલે કોણ તેના પર મારા વિચારો રજૂ કર્યા જે અહીં આપને ટુંકમાં જણાવું છું. 
મે કહ્યું એટલે પુરુષ એટલે કોણ તેના સંદર્ભે તમામે પોત પોતાની રીતે વાત કરી પણ હું તો એટલું જ કહીશ કે 

"પુરુષ એટલે વ્રજર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હદય  "

આપણે ત્યાં મોટા ભાગે સ્ત્રી ની સહનશક્તિ ની જ વાતો કરવામાં આવી છે પણ તેનો મતલબ એવો નથી કે પુરુષ મા કોઈ સહનશક્તિ જ નથી. હું માનું છું ત્યાં સુધી દુનિયામાં સૌથી વધુ કોઈ સહન કરતું હોય તો તે છે પુરુષ. સ્ત્રી તો પોતાના પ્રોબ્લેમ પોતાના પતિ સાથે શેર કરી લેશે પણ પતિ કોની પાસે જશે કારણ કે જીવનમાં ઘણા પ્રોબ્લેમ એવા હોય છે કે તે બધા સાથે શેર ન કરી શકાય. યોગ્ય વ્યક્તિ મલિયા તો ઠીક નહીંતર તે પ્રોબ્લેમ પુરુષ ના  હદય મા જ રહી જાય છે અને એટલા માટે જ તો કદાચ પુરુષ ને હાર્ટએટેક વધુ આવતાં હોય છે. 
માટે પુરુષ ના  જીવનની સમસ્યાનો ને ઓછી ન આંકી શકાય અને તેની સહનશક્તિ ની પણ ઓછી ન આંકી શકાય. તેથી બને એટલી ચિંતા છોડી હંમેશા પ્રફુલ્લિત રહેવા નો  પ્રયત્ન કરવો. ઈશ્વર સૌ કલ્યાણ કરે તેવી મંગલ કામના. 

🖊️ દર્શન પંડયા


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ