શરદ લતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા શહેર ની મેડિકલ કોલેજ ને PPE Kit,અને માસ્ક (N-95) નું વિતરણ

શરદ લતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા શહેર ની  મેડિકલ કોલેજ ને PPE Kit,અને માસ્ક (N-95) નું વિતરણ

હાલ માં પ્રસરેલા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ને તારીખ 22 ઓક્ટોબર ના રોજ શરદ લતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા શહેરની  મેડિકલ કોલેજ ને PPE Kit,અને માસ્ક (N-95) નું વિતરણ  (ટ્રસ્ટના પ્રતિનિધિ ઓ શ્રી.પારસ ભાઈ, પ્રતીક ભાઈ, અને વિશાલ ભાઈ ત્રિવેદી) અને સમસ્ત ભારત મેગેઝીન ના પ્રતિનિધિઓ (શ્રી નીરજ ભાઈ જોશી, વિમલ ભાઈ દવે) ની ઉપસ્થિતિમાં મુંબઈ ના પ્રખર જ્યોતિષી - વાસ્તુશાસ્ત્ર ના નિષ્ણાંત  ડો. તારકભાઈ પંડયા ના હસ્તે તેમજ ડો. ચિન્મય શાહ (ફીજીઓલોજી વિભાગ) ના માર્ગદર્શન હેઠળ મેડિકલ કોલેજ વતી ડીન શ્રી મહેતા સાહેબ દ્વારા સ્વીકારવામાં આવેલ. હાજર રહેલ સૌ પ્રતિનિધિઓનો શ્રી મેહતા સાહેબે ખુબજ પ્રેમ અને હર્ષ પૂર્વક આભાર વ્યકત કરેલ.   

હાલ કોરોના મહામારીમાં "માસ્ક" જ્યારે ખુબજ ઉપયોગી થઇ રહ્યા હોઈ, તેમજ કારોના ની પરિસ્થિતિ સામે હોસ્પિટલના ડોક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ દિવસ રાત સંઘર્ષ કરીને દર્દીઓ ને ખુબ જ મહેનત કરીને સાજા કરવા પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં માસ્કની ઉપયોગીતા ને ધ્યાનમાં લઇને ટ્રસ્ટે આ નિર્ણય ને અમલમાં મુકેલ. જેને શ્રી મેહતા સાહેબે બિરદાવેલ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ