વાઘ બારસ નામ કેમ ‌પડ્યું ! જાણો વિગતે

વાઘ બારસ નામ કેમ ‌પડ્યું !

આપણે ત્યાં દરેક તહેવાર નું અનેરું મહત્વ છે અને દરેક તહેવાર ની પાછળ કંઈક ને કંઈક રહસ્ય છૂપાયેલું હોય છે.અમુક વાર તહેવાર ના મહત્વ વિશે આપણે જાણતા હોઈએ છીએ પણ મોટા ભાગના તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેનાં વિશે આપણે સાચો ખ્યાલ હોતો નથી.તો આવો આજે આપણે આપણા પવિત્ર તહેવાર વાઘ બારસ વિશે માહિતી મેળવી અને તેનું નામ કેમ પડ્યું અને આજ ના દિવસ નું મહાત્મ્ય છે તેનાં વિશે આપણે જાણીએ.

વાઘ બારસ વિશે જાણતા પહેલા આપને એ જણાવી દવ કે આજના દિવસે તમે જો વાઘ એટલે જો જંગલ ના વાઘ સમજતા હો તો એવું કશું જ નથી આ તહેવાર ના મહત્વ મા જંગલ ના વાઘ નો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ વાત જ નથી.

ગુજરાતી ભાષા નો સૌથી મોટો શબ્દકોષ એટલે "ભગવત ગો મંડલ" કે જેની રચના ગોંડલ ના મહારાજા ભગવતસિંહજી એ કરી હતી.આ શબ્દકોષ માં વાઘ નો એક અર્થ બતાવ્યો છે દેવું.અને આખો શબ્દ છે "વાઘ માંડવા" જેનો અર્થ થાય છે દેવું પતાવવું. મતલબ આખા વર્ષ દરમ્યાન જે કંઈ આપણે કોઈ ને પણ કંઈ પણ હિસાબ મા દેવા લેવા નું હોય તેના માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે અને ધંધાદારીઓ  પોત પોતાનો દેવાં લેવા નો હિસાબ ચોખ્ખો કરે છે આજનો દિવસ વાઘબારસ તરીકે ઓળખાય છે.

વાઘ બારસ નામ પડવા નું બીજું કારણ મહાપુરુષો જણાવે છે કે વાઘ બારસ નું સાચું નામ વાક્ બારસ છે. પરંતુ વાક્ શબ્દ તળપદી ભાષામાં વાઘ થઈ ગયો અને વાક્ નો અર્થ થાય છે વાણી અને વાણી ના દેવી છે માં સરસ્વતી.તો આજનો દિવસ માં સરસ્વતી ની પુજા અર્ચના કરવામાં આવે છે અને માં સરસ્વતી પાસે એ પ્રાર્થના કરવા મા આવે છે કે અમારી વાણી કાયમ પવિત્ર અને મૃદુભાષી રહે અને  મર્યાદિત, શુધ્ધ અને સરળ રહે.આપણી વાણી કાયમ બીજા ને ગમે એવી અને કોઈ ને પણ દુઃખ પહોંચે એવી ન હોવી જોઈએ.કારણ કોઈ સંબંધ કેટલાંય મજબૂત અને જૂના ભલે હોય પરંતુ જો આપણી વાણી પર નો સંયમ ગુમાવ્યો તો સંબંધ ને બગડતા વાર નહીં લાગતી નથી.માટે હંમેશા સારું બીજા ને ગમે એવું બોલવું.

તો આ હતો વાક્ બારસ માંથી વાઘબારસ પડવા નું કારણ.અને આવનાર નવા દિવસો આપ સૌ ડેઇલી ન્યૂઝ ના વાચકો માટે આધી, વ્યાધિ, ઉપાધિ થી મુક્ત પ્રગતિ,સમૃદ્ધિ, અને ખાસ આરોગ્યમય રહે અને આપ સૌ સદા સર્વદા પ્રસન્ન રહો તેવી નવા વર્ષની નિમિત્તે શુભેચ્છા.

🪔 દિપાવલી ની હાર્દિક શુભકામના 🪔 સાથે
             🙏  નૂતન વર્ષાભિનંદન 🙏


✍️ દર્શન પંડ્યા (ફરિયાદકા, ભાવનગર)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ