અમેરિકા ની ખ્યાતનામ કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સાંઈરામ દવે ને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયાત કરવામાં આવ્યો .



વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા દુનિયા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અગ્રેસર કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે . કંપની દ્વારા જુદા અનેક ઘણી જુદી જુદી સર્વિસ આપવામાં આવે છે .જેમાં અનેક જુદી જુદી કેટેગરી નો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. 

સાથે સાથે દુનિયા ભરમાંથી ટેલેન્ટ ને બહાર લાવવા ટેલેન્ટ શૉ નું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય તે વ્યક્તિગત,કોર્પોરેટ સેક્ટર,ગવર્મેન્ટ,સંસ્થાઓનું જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે . 

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકા ના CEO & Founder શ્રી મિહિર ભાઈ બ્રહ્મભટ્ટ ની સૂચના થી કંપની ના ગુજરાત ટેરેટરી ડાયરેક્ટર શ્રી દિનેશ ભાઈ બારોટ તથા અન્ય ડેલિગેટ દ્વારા આજ રોજ દુનિયા ભરમાં પોતાના આગવી ટેલેન્ટ થી લોકચાહના મેળવનાર જેઓ દ્વારા અનેક પુસ્તકો ની રચના કરવામાં આવી છે. ઘણા બધા આલબમ પણ બનાવી લોકો ના મન મોહી લીધા છે સાથે સાથે જેઓ દ્વારા ભારત વર્ષ ના ઇતિહાસ ને ઉજાગર કરવા દેશ વિદેશ માં અનેકો કાર્યક્રમ થકી લોકો ના મન જીતી લીધા છે. જેઓને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આજ રોજ ભારત ગુજરાત અને એમાં પણ રાજકોટ માં વસતા ખ્યાતનામ લોકસાહિત્ય કલાકાર સેવા આદરણીય સાંઈરામ દવે ને અમેરિકા ની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ અમેઝિંગ કેટેગરી માં જેઓનો સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સાઈરામ દવે જેઓ પોતાની રાજકોટ ખાતે સ્કૂલ પણ સફળતા પૂર્વક સંચાલન કરી રહ્યા છે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ આજ રોજ તેઓની સ્કૂલમાં એવોર્ડ ક્રાયક્રમ યોજાયો. 
ચીફ ગેસ્ટ 
 શ્રી ડી. આર. સરડવા - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, રાજકોટ
અતિથિ વિશેષ :
શ્રી દિનેશભાઈ બારોટ :વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ગુજરાત ટેરેટરી
 શ્રી કિરીટસિંહ પરમાર- શાસનાધિકારી શ્રી,રાજકોટ
 શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી: શિક્ષણ નિરીક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ જિલ્લા. 
નૈષધકુમાર મકવાણા -નિવૃત્ત ડીઈઓ  અને કવિ, ભરતસિંહ પરમાર, શ્રી પંકજ ત્રિવેદી, મહાનુભાવો ઉપસ્તિથ રહ્યા હતા . શ્રી સાઈરામ દવે પોતાના વક્તવ્યમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુ. એસ. એ. ના ફાઉન્ડર મિહિરભાઈ બ્રહ્મભટ્ટ નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. Email : Connect@worldtalentorg.com

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ