શું તમે પણ આજે બ્રેઈનવોશ કરાવ્યું?

 
 





ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા નો ચસ્કો ન લાગ્યો હોય એવું ભાગ્યે જ કોઈ બચ્યું હશે ! સંગીત હોય કે નૃત્ય, ગણિત હોય કે ચિત્રકામ,રસોઈથી માંડીને વિદ્યાભ્યાસ માટે તમામ સહાયતા ઘરેબેઠાં મનગમતી પળે પૂરીપાડી આપે તો તે ફક્ત સોશિયલમીડિયાજ છે.આ એજ ક્રાંતિ છે જેઅભણ માણસ ને જીનીયસ બનાવી આપે છે,તો ક્યારેક ભણેલાં ને નોકરી અપાવે છે.દુનિયા નાં કોઈપણ દેશમાં સ્થિત માણસ જોડે મિત્રતા કરાવી આપે છે તો ક્યારેક જીવનસાથી પસંદ કરવામાં પણ મદદ કરે છે.આ બધું ખૂબ સહેલાઈથી જો આંગળી ઓના ટેરવે મળી જાય તો મહેનત-મજૂરી કરવી કોને ગમે?ફક્ત એક લેપટોપ અથવા સ્માર્ટ ફોન ની સુવિધા મળે એટલે આખું ય જગ તમે માણી શકો.તમે બીજા વ્યક્તિ પાસેથીએતમામ માહિતી મેળવી શકોજે કદાચ ક્યારેક રૂબરૂ મેળવવી અઘરી હોય છે.સોશિયલ મીડિયા થકી માણસ ધારે તે કરી શકે છે: નિર્માણ અને નિર્વાણ બંનેની શક્યતા નિય્રંણ કરવા વાળા પર રહેલી છે.
 


આજનાં યુવાનો મેદાનમાં રમવા કરતાં મોબાઈલ ફોનમાં સમય પસાર કરવો વધારે પસંદ કરતા હોય છે.તેનું કારણ છે ફોનમાં થઈ રહેલી પ્રવૃત્તિ દરેક ઇન્દ્રિય ને ઉત્તેજિત અને આકર્ષિત કરે છે.ઘણાં લોકો આ આકર્ષણ ને પોતાના પર હાવિ થવા દેતા હોય છે જેના કારણે તેમનું સામાજિક ચરિત્ર તો લગભગ સારું બની જાય છે પરંતુ માનસિક અને પારિવારિક ચરિત્ર બગડતું જાય છે.વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આંખો સામેથી પ્રકાશિત થવાની સાથે જ તે મગજ પર એક છાપ મૂકતું જાય છે.જે વ્યક્તિ કન્ટેન્ટ જોવાની બદલે માણસ જોડે સંબંધ બનાવવા માટે આનો ઉપયોગ કરે છે તે ૨ વ્યક્તિઓ વચ્ચે લગભગ અંતર તો ઘટી જતું હશે,પરંતુ પારિવારિક અંતર વધતું જશે જેનીતેમને ભાન સુધ્ધા નથી રહેતી.તેના લીધે લાગણીઓનું અંતર ઘટાડવામાં પારિવારિક અંતર ઘટવાની ખૂબ જ વધારે શક્યતા રહેલી છે.આ સ્થિતિ કે જેમાં સામે વાળું વ્યક્તિ,જે તમને કન્ટેન્ટ બતાવી રહ્યું છે કે જે તમારી જોડે લાગણીઓનું અંતર ઘટાડી રહ્યું છે,તેણે તમારું એક રીતે બ્રેઈન વોશ કર્યું એમ કહેવું યોગ્ય ગણાય.
 


લોકો પ્રલોભનો માં આવીને શું કરી રહ્યાં છે,તેની જાણકારી સમગ્ર વિશ્વને મળતી રહે છે.ધર્મ પરિવર્તન માટે બળજબરી,રેપ,આત્મહત્યા,ઠગાઈ,માનસિક તણાવ,વગેરે જેવા અનેક કાંડના મૂળમાં બ્રેઈનવોશ કયાંક મળશે જ.સોશિયલ મીડિયા નું વ્યસન આવા પ્રસંગ નોતરી શકે તેના પર વિશ્વાસ કરતાં અચકાય રહેલાં દરેક યુવાનો એ ઈમોશનલ અને સોશિયલ ઇન્ટેલિજન્સ કેળવવી ખૂબ જરૂરી બને છે. સાચા અર્થમાં તો આજે દરેક માણસ ક્યારેક ને ક્યાંક, કોઈ પણ રીતે કોઈ પણ માણસ પાસે જાણતાં-અજાણતાં બ્રેઈનવોશ કરાવતો જ રહેતો હોય છે. સગાં-વ્હાલાં હોય કે મિત્ર હોય,સહ-કર્મચારીહોય કે સોશિયલ મીડિયાની કોઈ વ્યક્તિ;તે દરેક વ્યક્તિ જેને તમે તમારા લાગણીઓની માહિતી અને જીવનમાં પ્રવેશવાનો મોકો આપો છો,તે તમારા દુઃખ માં સલાહના રૂપમાં,સુખમાં યોજના રૂપે અથવા પ્રલોભનો દ્વારા બ્રેઈન વોશ કરી શકે છે.આ પ્રક્રિયાને અલગ રીતે જ જોવામાં આવે છે માટે અણબનાવ બનવા સમયે ઠોસ કારણ મેળવવામાં મોડું થઈ જાય છે.
 


દેશ-વિદેશમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ ની માત્રા ભારત દેશ કરતાં ૧૫-૧૭% ઓછી છે.તેનું કારણ ભારતમાં રહેલા નીતિ નિયમો નથી,ફક્ત ઈમોશનલ અને સોશિયલ સાક્ષરતાની અછત છે.જે યુવાન બહારની દુનિયામાં સાથી કે પ્રેમ,લાગણીઓ સમજનાર કે વાત સંભાળનાર શોધે છે,તે પોતાના જીવનની ઘણી બધી માહિતી અજાણતાં જ આપી રહ્યાં છે, જેનો દુરુપયોગ કરી યુવાનનું જીવન નષ્ટ કરીબરબાદ કરી દેવામાં આવી શકે છે.ખિસ્સા કાતરૂ થી દેશ સાવધાન થઈ જશે તો આર્થિક ઠગાઈ તો બચી જશે,પણ ઈમોશનલ અને સોશિયલ ઇન્ટેલિજન્સ સિવાય બ્રેઈન વોશ થતાં અટકાવવું ખૂબ જ અઘરું છે.તમામ યુવાનોએ પરિવારજનોથી અંતર ઘટાડી આ પ્રકારની સાક્ષરતા મેળવી શકાય છે.સાયબર ક્રાઇમનો દર ઘટાડવામાં પરિવારજનો જ સહાયતા કરી શકે એમ છે ત્યારે,તેના વિરુદ્ધ સાહસ દાખવી અને જીતીને દેશના વિકાસમાં આ શાંત અવરોધને ટાળવાની કોશિશ કરવી તે દરેક યુવાનની ફરજ બને છે.
“રોજ કપડાંની જેમ તમારું બ્રેઈનવોશ થાયતે સારી બાબત છે.પણ,જેમ અયોગ્ય વ્યક્તિના હાથમાં કપડાં આપવાથી ચમક જતી રહે છે અને કપડું ચોળાય જાય છે,તેવી જ રીતે મગજની તીવ્રતા અને તેજ ચાલ્યાં જાય છે!”


~ વિવેક જોશી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ