ઓફીસ - પ્રસંગો અને 200ml પાણી ની બોટલો ...સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ -- ડૉ. તેજસ દોશી

હાલ લગ્નો ની સિઝન પૂર બહારમાં છે અને હવે જરાક આર્થિક બરાબર ઘર  હોય તો દરેક જગ્યાએ પ્રસંગોમાં 200ml પાણીની બોટલો અપાય છે જૈનાચાર્ય બુધ્ધિસાગરજી અને કચ્છના મેકણડાડા ની " પડીકે પાણી વહેંચાશે " એ સંદર્ભ ની વાત તો અઢી દાયકા પહેલાથી જ સાચી પડી છે પણ 200ml પાણીની આ બોટલો તો હવે હદ કરી છે એક અંદાજ મુજબ ગુજરાતમાં એક જાણીતી બ્રાન્ડ રોજની 30 લાખ બોટલનું વેંચાણ કરે છે બધુ ગણોતો આંકડો કરોડે પહોંચતો હશે રોજની એક કરોડ પેટ બોટલ વર્ષ 365 કરોડ પેટ બોટલ માત્ર ગુજરાતમાં ધરાબાય છે અને પાછી નોન રિસાયબલ છે ( ફરીથી વાપરી *ના* શકાય તેવી ) લગ્નની કંકોત્રીઓ " સેવ એન્વાયરમેન્ટ " નો મેસેજ મૂકી ને ડિઝીટલ મુકે અને એજ લગ્નમાં 500 માણસ ગણો તો એક ની પાંચ ગણો તોય 2500 બોટલનો કડદો એક દિવસમાં ધરતી પર ઠાલવે છે.

સ્વાસ્થ્યની રીતે જોઇએ તો પ્લાસ્ટીકએ પ્યોર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે જો તેના પર સૂર્યનો સિધ્ધો પ્રકાશ પડે અને પછી બોટલમાંથી કેમીકલ છુટે અને તે પાણી પીઇએ તો અનેક બીમારી થાય અને આ બોટલ સ્ટોરેજથી લઈ ટ્રાન્સપોર્ટમાં સિધ્ધા સુર્ય પ્રકાશ હેઠળ આવે છે અને બીમારીઓનું ઘર બને છે 

અને આપણે પવિત્ર વેદોના મંત્રોથી નવદંપતીને આશિર્વાદ આપનાર ગોર મારાજ પાસે ભાવતાલ કરાવીએ છીએ અને આ એક પ્રસંગમાં આ પાણી ના 10,000/- થી 25,000/- ચુકવીએ છીએ 

એવુ જ ઓફીસમાં જઈએ તો બહુ સહજતાથી ગ્લાસ આપવો શક્ય હોય ત્યાં પણ મોર્ડનવેડા માટે બોટલ અપાય છે એ બોટલો કચરા સ્વરૂપે મ્યુનિસિપાલટી ની ગટરો ચોમાસામાં જામ કરે અને પહેલા વરસાદે બધા શહેરમાં ગટરો ચોકઅપ પાણી પાણી થઇ જાય અને એવરેજ માણસ 70% પાણી પીવે છે એટલે બોટલ નુ ઘણુ પાણી વેસ્ટજ જાય 

જરા પણ સમજણ હોય અને થોડુઘણુ આપણુ ચાલે તેમ હોય તેવા પ્રસંગ હોય કે ઓફીસમાં આ દુષણ *ના* આવે તેવો શક્ય હોય તેટલો સહુએ પ્રયાસ કરવો જોઈએ.

 અંતે એટલું કહીશ કે આ પ્રદુષણ કોઈ પશુ પંખી કે જાનવર કરતા નથી માટે હવે કોઈને એમ કહેવું નહીં કે *માણસ જેવો થા* પણ પ્રદુષણના સંદર્ભે હવે કોઈને એમ કહેવું કે *જાનવર જેવો થા* 🙏🏻

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ