'મિશન વિસ્તાર' કાર્યક્રમના બીજા દિવસે જામનગર ખાતે 'આપ' નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ હાજરી આપી.

પ્રેસનોટ: 557
આમ આદમી પાર્ટી
તારીખ: 10/07/2024

મિશન વિસ્તાર' કાર્યક્રમના બીજા દિવસે જામનગર ખાતે 'આપ' નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ હાજરી આપી.

નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સંગઠન વિસ્તાર કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી

મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંના તમામ 55000 બુથ પર સંગઠન નિર્માણનું કામ કરવામાં આવશે: ઈસુદાન ગઢવી

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી પ્રભુ શ્રી રામે ભાજપને હરાવીને સમગ્ર દેશની સંદેશો આપ્યો છે: ઈસુદાન ગઢવી

જો તમારે રોજગારી જોઈતી હોય, મોંઘવારીથી રાહત જોઈતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત જોઈતી હોય, બ્રીજ સારા જોઈતા હોય, શિક્ષણ સારું જોઈતું હોય, આરોગ્ય સારું જોઈતું હોય તો ભાજપને સત્તામાંથી હટાવો: ઈસુદાન ગઢવી

મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને હવે તો સરપંચ સુધી ભાજપ પહોંચી ગયું છે, પરંતુ તેઓ ક્યારેય પણ પ્રજાના પ્રશ્નો પર ધ્યાન નથી આપતા: ઈસુદાન ગઢવી

આખા જામનગર અને દ્વારકા જિલ્લામાં ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને પોતાના પાક માટે સરખો ભાવ નથી મળતો, સારું બિયારણ પણ નથી મળતું: ઈસુદાન ગઢવી

જામનગરના લોકોને અમારી વિનંતી છે કે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને ચૂંટો, આમ આદમી પાર્ટી પ્રજાના ટેક્સના પૈસાથી પ્રજાને શ્રેષ્ઠ સુવિધાઓ આપે છે: ઈસુદાન ગઢવી

આજે જનતા કરોડ રૂપિયાનો ટેક્સ સરકારને આપે છે પરંતુ બદલામાં લોકોને શું મળે છે?: ઈસુદાન ગઢવી

અમદાવાદ/જામનગર/દેવભૂમિ દ્વારકા/ગુજરાત

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 9 જુલાઈથી સમગ્ર ગુજરાતના તમામ 55000 બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ જામનગરમાં બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના આગેવાનીમાં આજે જામનગર ખાતે બેઠક મળી હતી. આ તમામ પ્રદેશના નેતાઓએ સંગઠનના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મળીને આવનારી ચૂંટણીઓ મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. 

આ બેઠક બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંના તમામ 55000 બુથ પર સંગઠન નિર્માણના કામ માટે જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે મિટિંગનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે આજે જામનગર અને બપોરે દ્વારકા જિલ્લામાં મિટિંગનું આયોજન કર્યું છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સંગઠન વિસ્તાર કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં સંગઠનમાં જરૂરી લગતા ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે વધુ એક આયોજન કર્યું છે જે અનુસાર ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે તેને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જમીનથી ઉઠાવશે અને લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે મુદ્દા પર પણ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા એસઓપી આપીને માર્ગદર્શન આપશે. તો આજ રીતે મિશન વિસ્તાર કાર્યક્રમ તમામ 33 જિલ્લાઓમાં અને આઠ મહાનગરપાલિકાઓમાં યોજવામાં આવશે.

હાલ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ભાજપને સત્તામાંથી હટાવો. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી પ્રભુ શ્રી રામે ભાજપને હરાવીને સમગ્ર દેશની સંદેશો આપ્યો છે કે જો તમારે રોજગારી જોઈતી હોય, મોંઘવારીથી રાહત જોઈતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત જોઈતી હોય, બ્રીજ સારા જોઈતા હોય, શિક્ષણ સારું જોઈતું હોય, આરોગ્ય સારું જોઈતું હોય તો ભાજપને સત્તામાંથી હટાવો.

જામનગરમાં ભ્રષ્ટાચાર ચરમ પર પહોંચ્યું છે, અહીંયા ભાજપના નેતાઓ બેફામ બની ગયા છે. જામનગરમાં તંત્ર એકદમ કથડી ગયું છે. જામનગરના હજારો ખેડૂતો આજે ભાજપ સરકારથી પરેશાન છે, તંત્ર સમક્ષ જમીનની માપણી કરવા માટે અરજી કરવામાં આવે તો પણ તે કરવામાં આવતી નથી. અહીંયા વર્ષોથી ભાજપની સત્તા હોવા છતાં રોડ રસ્તા અને પાણીની ભયંકર તકલીફો છે. હોસ્પિટલોમાં પણ તંત્ર કથડી ગયું છે, જે જે હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર પણ નથી. જેના કારણે લોકોએ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને આના પરથી સ્પષ્ટ થાય છે કે લોકો પાસેથી લૂંટ મચાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને હવે તો સરપંચ સુધી ભાજપ પહોંચી ગયું છે, પરંતુ તેઓ ક્યારેય પણ પ્રજાના પ્રશ્નો પર ધ્યાન નથી આપતા. 

જામનગરના લોકોને અમારી વિનંતી છે કે એક વખત ભાજપને સત્તામાંથી દૂર કરો. આજે જામનગરના ઘણા બ્રીજ નીચેથી નીકળતા લોકો ડરે છે. આખા જામનગર અને દ્વારકા જિલ્લામાં ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને પોતાના પાક માટે સરખો ભાવ નથી મળતો, સારું બિયારણ પણ નથી મળતું. પરંતુ ભાજપના સાંસદો અને મંત્રીઓને પ્રજાની કોઈ ચિંતા નથી. માટે જામનગરના લોકોને અમારી વિનંતી છે કે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને ચૂંટો, આમ આદમી પાર્ટી પ્રજાના ટેક્સના પૈસાથી પ્રજાને શ્રેષ્ઠ સુવિધાઓ આપે છે. આજે જનતા કરોડ રૂપિયાનો ટેક્સ સરકારને આપે છે પરંતુ બદલામાં લોકોને શું મળે છે? માટે જામનગરના લોકોને કહેવા માંગે છે કે જો તમારે આ ગંદકીમાંથી અને ખરાબ પરિસ્થિતિમાંથી છૂટવું હોય તો એકવાર આમ આદમી પાર્ટીને મોકો આપો.

આમ આદમી પાર્ટી ગુજરાત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ