ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.

પ્રેસનોટ: 558
આમ આદમી પાર્ટી

તારીખ: 10/07/2024
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.

*ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા

એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર વસાવા*

આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા

જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા

અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.

અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ