તમે રાજાશાહી ના સમર્થક છો ? -દિલુ મોભ ની કલમે


ના હું વંશપરંપરાગત રાજાશાહી નો સમર્થક નથી ,લોકશાહી ( જો લોકોનું ,લોકો  દ્વારા અને લોકો માટે  ચાલતું શાસન હોય તો ) નો સમર્થક છું પરંતુ જો કૃષ્ણકુમારસિંહજી કે ભગવતસિંહજી જેવા રાજવી ઓ હોય- એ સમયગાળા માં રહેવા મળે તો હું ચોક્કસ અપવાદ રૂપ રાજાશાહી નો સમર્થક છું .

લોકશાહી એ માનવસમાજ ની યાત્રા માં એક સિદ્ધિ ગણાય ,એક એવી સાશન વ્યવસ્થા કે જેમાં કોઈ વ્યક્તિ અમુક વ્યક્તિ ના ઘરે જન્મ લેવા માત્ર થી સાશક નથી બનતો પરંતુ લોકો દ્વારા ,લોકો નો મત મેળવી સાશક બને છે. સમાજ નો નાના માં નાનો ઘટક ,નાના માં નાનો માણસ પણ પોતાના સાશક અથવા તો રાજસત્તા ના વહીવટદાર નક્કી કરવાની સત્તા ધરાવે એ બાબત જ અભૂતપૂર્વ છે એટલે લોકશાહી અને રાજાશાહી ની સરખામણી માં લોકશાહી જ મહાન, પસંદગી યોગ્ય ગણાય .

પરંતુ શું ભારત માં લોકશાહી એ નાના માં નાના મા માણસ  દ્વારા ચૂંટાઈ ને આવતા લોકો નું સાશન રહ્યું છે ? આપણને  વંશપરંપરાગત રાજાશાહી નો વિરોધ છે ( જે સાચો પણ છે )પરંતુ ભારત ની આઝાદી બાદ મહત્તમ સમય એક જ પરિવાર ના સભ્યો સાશક કેમ રહયા?મોટા ભાગ ના નેતા ઓ ના પિતા કે પરિવાર ના સભ્યો ભૂતકાળ માં મહત્વ ના નેતા ઓ નહોતા ? હાલ ના તમારી આજુબાજુ ના મોટા ભાગ ના નેતાઓ અંગે જુવો તેઓ કોઈ ને કોઈ રાજકીય પરિવાર માંથી આવે છે , આપણે એક નવા જ રાજવી ઓ પેદા કર્યા ,હા તેઓ અલગ અલગ જ્ઞાતિ /સમૂહ ના હતા /છે પરંતુ એક નવો જ સાશક વર્ગ પેદા થયો છે એ વાસ્તવિકતા છે.

લોકશાહી નું સૌથી સર્વોચ્ચ બિંદુ એ દરેક માણસ ને મતદાન નો અધિકાર છે ,એક ખેતમજૂર ના મત નું મહત્વ પણ એટલું જ જેટલુ એક કલેકટર કે ઉદ્યોગપતિ નું છે પરંતુ અફસોસ કે એ ખેત મજૂરો ના હાથ માં આજ સત્તા આવી નથી ( અપવાદો હોઈ શકે ) એ માત્ર મતદાર જ રહ્યો છે નહીં કે સાશક! લોકશાહી એ નવા સાશકો પેદા કર્યા જેમની પાસે પુષ્કળ પૈસો ,સત્તા હતી અને તેઓ એનકેન પ્રકારે સત્તા પર રહ્યા ,આજે પણ છે .આ એક લોકશાહી પદ્ધતિ દ્વારા સ્થાપિત રાજાશાહી ગણી શકાય.

આપણ ને રાજા ઓ ના રાજવૈભવ સામે સ્વાભાવિકપણે જ વાંધો હતો પરંતુ આજ ના આપણા રાજા ઓ નું જીવન જુવો ,ક્યાંથી આવે છે એ અઢળક સંપત્તિ /વૈભવ ? આપણ ને રાજાશાહી શાસન ની  જોહુકમી સામે સત્ય પણે જ વાંધો હતો પરંતુ આજે શુ સ્થિતિ છે ? કોણ અપરાધી ઓ ના શરણદાતા અને રક્ષકો છે ?

લોકશાહી એ ઉપર કહ્યું એમ માનવ સમાજ ની યાત્રા દરમિયાન આપણે મેળવેલી સિદ્ધિ છે પરંતુ એક અર્થ માં લોકશાહી એ એક વર્ગ પાસે થી એક નવા ઉભા થયેલા વર્ગ પાસે સત્તા નું હસ્તાતરણ માત્ર છે. આજે સાશક વર્ગ અને સમાજ વચ્ચે નું જોડાણ કેટલું છે ,જાણે બે અલગ જ વર્ગ છે.

અને હા કૃષ્ણકુમારસિંહજી અંગે ભાવનગર માં આવી ને કોઈ પણ જ્ઞાતિ/ધર્મ/વર્ગ  ના અભણ કે વિદ્વાન માણસ ને પૂછજો કે સાશક કોને કહેવાય ? માત્ર કઈક મેળવી લેવાથી કે ભાષણો ઠોકવાથી કઈ ન થાય પરંતુ જેમના જીભે અને હૃદય માં પણ મારી પ્રજા નું કલ્યાણ થજો નો ભાવ હોય એ પ્રાંત સ્મરણીય થાય ! કઈક કરવું પડે ,સર તખ્તસિંહ હોસ્પિટલ બાંધવી પડે ,શામળદાસ કોલેજ ,સર પી પી ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એ રાજાશાહી ના સમય માં બંધાવી પડે , પોતાની પ્રજા માટે હંમેશા દરવાજા ખુ ખુલ્લાં રાખવા પડે અને ક્યારેક એના કડવા વેણ પણ સાંભળવા પડે ,આજ ના કથિત લોકનેતા ઓ આજે સાત દાયકા બાદ પણ એની ટક્કર લઈ શકે એવું કશું જ નથી કરી શક્યા .

માત્ર ચોપડી માં વાંચવાથી કે લખવાથી કોઈ સિદ્ધાંત મહાન ના સાબિત થાય ,એનુ અમલીકરણ કરવું પડે અને આજ થી સાત દાયકા પહેલાં ભાવનગર એ કર્યું હતું અને એટલે મહોબત છે!

~ દિલુ મોભ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ