ભાવનગર / સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ (Sir T) થી આવ્યા સારા સમાચાર જાણો વિગતવાર

 

bhavnagar hospital list



ભાવનગર ,
છેલ્લા ઘણા સમય થી આપણે કોરોના ની બીજી લહેર નો સામનો કરી રહ્યા છીએ ત્યારે સર ટી હોસ્પિટલ ના HOD ડો.સમીર શાહ દ્વારા આ પ્રકાર નું નિવેદન આપવામાં આવ્યું હતું. 


આદરણીય નાગરિકો,
કાળો અંધકારમય દિવસ પૂરો થયો. સર ટી.હોસ્પીટલ ખાતેના કેસો હવે ઓછા થઈ રહ્યા છે, અહીં સારવાર હેઠળ દાખલ માત્ર 90 જેટલા કોવિડ કેસ છે.ઓપીડી બિલ્ડિંગમાં નિયમિત ઓપીડી શરૂ કરવા માં આવી છે.તેમજ તમામ ડિપાર્ટમેન્ટ સર્જરી,ઓર્થોપેડિક, મેડિસિન, ટીબી ચેસ્ટ,ત્વચા રોગ વિભાગ,મનોચિકિત્સક, નેત્રરોગ વિભાગ, બાળ ચિકિત્સા, ગાયનેક અને પ્રસૂતિ વિભાગ અને રૂટિન ઇમરજન્સી વિભાગ શરૂ કરી દેવા માં આવેલ છે.તેમજ
તમામ પ્રકાર ની સર્જરી અને ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યા છે.
સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ બહોળા પ્રકારે લોકોની સેવા કરવા લોકો ની સાથે જ છે.
હાયપરબેરિક ઓક્સિજન ઉપચાર 2 દિવસમાં ફરી શરૂ કરવામાં આવશે. સરકારી માહિતી ને આધારે કહી શકાય કે આ સમગ્ર ગુજરાતમાં આવેલી સરકારી હોસ્પિટલો માં એક માત્ર અહીં સર.ટી.હોસ્પિટલ માં જ આ સુવિધા ઉપલબ્ધ છે જે મ્યુકોર્માઇકોસિસના ઓપરેટ દર્દીને મોટા પ્રમાણમાં મદદ કરશે.
આભાર
ડો.સમીર શાહ .
એચઓડી સર્જરી વિભાગ
સર.ટી.હોસ્પિટલ.
ભાવનગર.
તા.31.05.21

 







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ