પંજાબ ચૂંટણી 2022 : અરવિંદ કેજરીવાલ ની ટીમ મા "એકલો ગુજરાતી" કોણ છે આ યુવાન જાણો વિગતે

 






પંજાબ,  9/3/2022 

5 રાજ્યો ની ચૂંટણી એ રાજકીય માહોલ જમાવ્યો છે. કારણકે આ ચૂંટણી 2024 ના સેમી ફાઇનલ તરીકે જોવા માં આવી રહી છે. તેનું મુખ્ય કારણ છે ઉત્તર પ્રદેશ અને પંજાબ .યુપી એટલા માટે કારણકે લોક સભા ની સૌથી વધુ સીટ UP માં છે. જ્યારે પંજાબ મા કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે. આપ ની જીત થી કોંગ્રેસ ને આપ વચ્ચે મુખ્ય વિપક્ષ માટે ટક્કર થશે ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષા એ આપ આગળ વધશે. 




આ બધી ચર્ચાઓ વચ્ચે ગુજરાત નો એક યુવાન અનુજ દેવલૂક મહિનાઓ થી દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની પંજાબ  ટિમ મા મહત્વ ની જવાબદારી નિભાવી હતી. 


ઉલ્લેખનીય છે કે ગુજરાત માથી ફક્ત આ યુવાન નેજ પંજાબ ખાતે જવાબદારી સોંપવામાં આવી હતી. 

અનુભવ જણાવતા અનુજ દેવલૂક એ કહ્યું હતું કે પંજાબ ની પ્રજા ખૂબ લાગણીશીલ છે. ખેડૂતો નું પંજાબ માં ખૂબ મહત્વ છે. આખા ભારત માં છે પરંતુ પંજાબ માં ખેડૂતો ને ખૂબ માન સન્માન આપવામાં આવે છે. વાત કરીએ ભગવંત માન ની તો એમના પ્રત્યે લોકો નો સહકાર ખૂબ બહોળા પ્રમાણ માં જોવા મળી રહ્યો છે. આપ ના વ્યાપારી સંગઠનો તથા ઈન્ડસ્ટ્રી ની ટ્રેડ વિંગ ની 1000 જેટલી નાની મીટિંગ તથા 100 જેટલી મોટી સભા ની જવાબદારી સાથે દિલ્લી ના અનેક મંત્રીઓ ના કાર્યક્ર્મ ની રૂપરેખા થી લઈ લોકો ના મિજાજ પારખવાની જવાબદારી અનુજ દેવલૂક પર હતી. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ