ભાવનગર લોક સભા ૨૦૨૪ : ભાજપ ની ચિંતા વધી I.N.D.I.A ગઠબંધન પર મોટા સમાચાર

BHAVNAGAR, 22 February 2024

લોકસભા ની ચટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે INDIA ગઠબંધન મજબૂત બનતુ નજરે પડી રહ્યું છે.

UP મા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સિટ વહેંચણી ની બાબતે સહમતી થઈ છે અને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભા પર ચૈતર વસાવા ને લોકસભા ના ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. પરંતુ અહમદ પટેલ ના સંતાનો ના નિવેદન પરથી એવી શક્યતા હતી કે ગુજરાત માં આપ - કોંગ્રેસ નું ગઠબંધન તૂટી જશે .

હવે સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ભરૂચ લોક સભા પર આપ - કોંગ્રેસ INDIA ગઠબંધન પર સાથે લડશે.


ત્યારબાદ ભાવનગર લોક સભા ના INDIA ગઠબંધન ના ઉમેદવાર તરીકે આપ ના બોટાદ ના ધારાસભ્ય ઉમેશ ભાઈ મકવાણા નું નામ જાહેર કરતા વિવાદ ની અટકળો ઝડપી થઈ હતી પરંતુ આ તમામ શક્યતાઓ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોક સભા પર પોતાના ઉમેદવાર નહિ ઊભા રાખે.

આ બંને સીટ પર કોંગ્રેસ - આપ  તથા INDIA ગઠબંધન ના અન્ય પક્ષો સાથે ચૂંટણી લડશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ