'અત્યારે મારીપાસે સમય નથી!'

 


 


આ દુનિયામાં દરેક ક્રિયા લયબદ્ધ છે. હવાનું વહેવું,સમુદ્રમાં ઓટ અને ભરતી કે જીવિત હૃદયના ધબકારા અથવા અવકાશીય ભ્રમણપણ એક ચોક્કસ ગતિમાં જ થઈ રહ્યું છે.વળી,આત્માનો પણ લય હોય છે જે કાયાફેરવતાંબદલાય છે.પણ,ધારોકે ગ્રહોનું પરિભ્રમણ અચાનક એકદમ દ્રુત કે મંદગતિમાં થવા લાગે તો?સૂર્ય અને ચંદ્ર પોતપોતાનાંસમય નસાચવે તો આ દુનિયાનું શું થાય?આપદાવખતે પોતાનાંજહાથ ઊંચા કરીને કહી દે કે 'અત્યારે મારી પાસે સમય નથી' તો શું થાય?માણસ ડઘાઈજાય અથવા તો પોતાને નિસહાય માનવાલાગે.પણ,આવું થવા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણીને તેનું નિવારણ કરવાની તસ્દી કોઈ યુવાનભાગ્યે જ લેતું હશે.તેમાં યુવાનોને દોષ આપીને માં-બાપઅળગાનહિ રહી શકે કેમ કે સમય એક પુંજી છે અને તેની કિંમત સંતાનોને કરાવવી એપ્રાથમિક ફરજ છે.

 

નાનપણમાં જે બાળક મેદાનમાં ખેલકૂદ કરીને શારીરિક વ્યાયામ કરતાં, તેઓ આજે સ્માર્ટ ફોનની સામે દેખાય છે.આજનાંનવા યુગમાં,ભારત દેશને સમયનો સદુપયોગઅને તેની કદર કરવા વાળા સમજદાર બાળકોની જરૂર છે.જેમ ફોનમાં રીચાર્જ કરાવ્યા બાદ એક ચોક્કસ રકમનાંબેલેન્સનોધ્યાનપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે,તેવી જ રીતે જો માણસએકદિવસમાંમિનીટોનુંભાનરાખે તો સમયને બરબાદ થતો રોકી શકાય.તેના માટે રોજિંદા જીવનમાં દિનચર્યા બનાવવી જોઈએ અને તેને લયમાં અનુસરવી જોઈએ.બાળકોને સમયની કિંમત કરાવતાંપાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં એક આદત સ્વરૂપે કારકિર્દી અને ચરિત્ર ઘડવામાં મહત્વની સાબિત થઈ શકે.સમયની વ્યસ્તતા બતાવી દેવામાં ઘણી વાર સારી તકો પણ જતી રહે છે જેનું ભાન પણ નથી હોતું.માટે જ,સુંદર ચરિત્ર અને સફળ કારકિર્દી બનાવવામાં સમય વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી ભૂમિકા ભજવે છે.

 

સમય વ્યવસ્થાપન કરવું એ સહેલું કાર્ય નથી.એટલે જ તો દુનિયાના ધનાઢ્યવ્યક્તિઓ પણ મેનેજરરાખે છે,જેના કારણે સમયનો વ્યય નથાય અને તેઓ મહત્વપૂર્ણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.સમય વ્યવસ્થાપન માટેડેરીઅસ ફોરોકસ લિખિતડુઇટટુડેખૂબ જાણીતું છે,જે એક વ્યક્તિને કોઈપણ કામ પાછળ ઠેલાવવાની બદલે તે જ પ્રત્યક્ષ ક્ષણેકરવા જણાવેછે.સમાન ઉદ્દેશ્યથી રચિત અંગ્રેજી કહેવત નાઉઓર નેવરપણ આળસનો ત્યાગ કરીને કોઈપણ કાર્યતુરંત કરવાનું સૂચન કરે છે;અથવા તે કાર્ય ક્યારેય સફળ નહિ થાય!આવા ઘણાંલેખકોનાંમાર્ગદર્શન હેઠળ અનેક પ્રેરણાદાયી સૂચનો લખાયા છે અને ખૂબ પ્રચલિત પણ છે.પરંતુ,યુવાનોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા ફક્ત સૂચનોકે લેખવાંચવા સુધી જરહે છે.જેમ ચુંબકથીદૂર કર્યા બાદ લોખંડમાંકોઈ ચુંબકીય શક્તિરહેતી નથી,તેમ જપ્રેરણા અને આત્મવિશ્વાસ ટૂંકા સમય સુધી જ જીવે છે.તેનું કારણ છેયોગ્ય ઊર્જાનો અભાવ!

 

ઘણાંકામ મહત્વપૂર્ણ નહોવા છતાંય કરવા પડે ત્યારે સમય વ્યવસ્થાપન તો વિખેરાય જછે,પણ સાથોસાથ ઊર્જાનો વપરાશ પણ થાય છે.એક વિખ્યાત વિદ્વાને સૂચવ્યું છે કોઈ યુવાન કે પ્રૌઢ કર્મયોગી દ્વારા જો કાર્યમાટે યોગ્ય સમય માટે યોગ્ય ઊર્જાનો સ્ત્રાવ કરવામાં આવે તો તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે.જો અયોગ્ય કાર્ય,પર-નિંદા, કામ-ક્રોધ, ચિંતા અથવાનકારાત્મકવિચાર કરવામાંઆવે તો ઊર્જાના સ્ત્રોતમાં ખૂબ ભારે ઘટાડો થાય છે.તેના લીધે શરીરને થાક પણ લાગે અને આળસનું સિંચન થાય છે.આ કારણોસર,મહત્વના કામમાં વિલંબ થાય છે અને તક ગુમાવવી પડે છે.માટે જ સમય વ્યવસ્થાપનને જીવનમાં એક આદત બનાવી દુનિયાની તમામ હસ્તીઓ સફળતા મેળવે છે.હા,ઘણી વખત આપણે પોતાને ભૌતિક, શારીરિક,માનસિક,સામાજિક અનેભાવનાત્મક સુખ-દુઃખથી દુર કરી આરામ કરવા ઈચ્છતા હોઈએ છીએ,જેના લીધે ક્યારેક શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.અને દરેક નિર્ણય સમયસરલેવામાં અને કાર્યપાર પાડવામાં સરળતા રહે છે.

 

સ્વામિ વિવેકાનંદદ્વારા કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો પાસે તેઓ ધારેછે તેના કરતાં ઘણો વધારે સમય સારાકાર્યોકરવાંમાટે ઉપલબ્ધ છે.જો કોઈ યુવાન દિનચર્યાનું અવલોકન કરે તો જીવનનો ફક્ત ૧% સમય દિવસે ઊઠીનેઅથવા રાત્રે સૂતા પહેલાંસમય પ્રબંધનકરીને નવા દિવસનાં કાર્યોકરે તો સમય નહોવાની ફરિયાદ લુપ્ત થઈ જશે અને ભારત દેશના વિકાસશીલ કાર્યોને ગતિમાનકરશે.

સૌથી અસ્થિર એવા સમય પર ક્યારેય બાંધ નબનાવી શકાય.તેની લય સાથે વહેવા માટે મજબૂત પ્રબંધન અને ઈચ્છાશક્તિનું સંગઠન જોઈએ.હે યુવાન!તેના થકી ભારત દેશ ભવસાગર તરી જશે!

~ વિવેક જોશી

 

-     વિવેક જોશીની કલમે (૨૦જૂન, 2022)

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ