યોજના ઘડવાનું મહત્વ:સફળ કારકિર્દી માટે વરદાન

 

 
 

 
અત્યારે દેશમાં ચારેકોરપરીક્ષાઓનો માહોલ પૂરો થવાની સાથે જ યુવાનોએ કારકિર્દી બનાવવા માટે પરિણામ આવતા વાલીઓએપણ દોટમૂકી છે.ગુજરાત રાજ્યમાં હાલનાંદિવસોમાંધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું.તે ઉપરાંત,ધોરણ ૧૦નું પરિણામ પણ નજીકનાંસમયમાં જાહેર થવાનીશકયતાઓછે,ત્યારે ઘણાંયુવાનો પરિણામ જાહેર થયા બાદ શું કરવું તેની મૂંઝવણમાં આમતેમ વલખાં મારતાનજરે ચડશે.અમુક વર્ગ એવો પણ હશે જેમણેપહેલેથી પોતાનું ભાવિ નક્કી કરી રાખ્યું હશે.પણ જે વિદ્યાર્થી મિત્રો હજી પરિણામની વાટજોઇને બેઠા છે અથવા તો સહપાઠી મિત્રના નિર્ણય પર આધારિત છે તેઓ માટે આ સમય બહુ જ સંવેદનશીલ કહી શકાય.કોરોના કાળમાંઘણાંવિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળી ગયું.જે ભણવામાંનબળા હતાંતેઓ માટે તો સુવર્ણ કાળ સાબિત થયો કહેવાય.પણ જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦અને ૧૨ને ગંભીરતાથી લઈને મહેનત કરતા હતા તેઓની સાથે અન્યાય થયો હોવાનું ઘણાં વાલીઓ પાસેથી સાંભળ્યુંછે.ખરેખર તો નુકસાન એવાતનું કહી શકાય કે શાળાઓ બંધ રહેવાના કારણે વિદ્યાર્થીને વ્યવસ્થિત તાલિમમળી શકી નથી.છતાંય,જે વિદ્યાર્થીઓ પહેલેથી તૈયારીઓ કરી રહ્યાંહતાં તેમને કારકિર્દી બનાવવામાં ખૂબ સરળતાનોઅનુભવ થયો છે.આ યુવાનો હાલમાં ઉચ્ચ અભ્યાસમાંદાખલ થયા બાદ યોજના ઘડવાનું મહત્વ અને તેનાંથી જીવનમાં આવેલા બદલાવને લોકો વચ્ચે ઉજાગર કરી રહ્યા છે.
 
આજનાંસમયમાં પરિણામ જાહેર થવાનાંબીજાંજદિવસે અખબારમાં ખૂબ સારું પ્રદર્શન કરેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુરજૂ કરવામાં આવે છે.વર્ષોથી એક જ વાક્ય હેડલાઇનતરીકે લોકોએ પામ્યું છે કે “મજૂરનાદીકરા/દીકરીએ મેળવ્યા ખૂબ જ સારા ટકા”અથવા તો “સંઘર્ષ કરી રહેલા સામાન્ય પરિવારના પુત્ર/પુત્રીએપ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું”વગેરે.આ એજ યુવા વર્ગછે જેમની પાસે ક્યારેક ટ્યુશનક્લાસિસનાપૈસા નથી હોતા અથવા તો સ્માર્ટફોનનો અભાવ હોય છે અને ક્યારેક તો તેમના ઘરમાંથી કોઈ શિક્ષિત જનથી હોતું,તેમ છતાંય અવ્વલ આવી સમાજમાં એક ઉદાહરણ તરીકે છપાય છે.આ યુવાનોનાંઈન્ટરવ્યુ વાંચીને લોકો તેના સંતાનનેસરખાવીનેઘણી વાર નીચા સાબિત કરતા હોય છે જેના લીધે યુવાનોનું મનોબળ તૂટી જતું હોય છે.માં-બાપેતેના સંતાનનેઈન્ટરવ્યુ વાંચીને એ શીખવવું જોઈએ કે યોગ્ય રીતે યોજના બનાવીને મહેનત કરવામાં આવે તો તે અચૂક રંગ લાવે જછે.
 
દરેક યુવાનપાસેદિવસનાં૨૪કલાક અને ખૂબ જ તેજ મગજહોવા છતાંયબૌદ્ધિકકેળવણી,શિષ્ટાચારઅને યોગ્યમિત્રવર્ગજેવી બાબતોમાં નબળાંહોવાના કારણે ધાર્યું પરિણામ મળતું નથી.તેની સામે,જે યુવાનોએ પોતાની કારકિર્દી વિશે યોજના બનાવીને તેને અનુસરવાનું શરૂકરી દીધું છે તેઓ હંમેશા વધારે સક્ષમ અને સફળ સાબિત થયાંછે.તેઓ બાળપણથી મક્કમ મનરાખીને પોતાના ધ્યેય તરફ આગળ વધતાંજોવા મળે છે અને દૂર-દ્રષ્ટાહોવાના કારણે તેમની યોજના નિષ્ફળ થતી જણાય તો વિકલ્પ શોધવાની બદલે પોતાના વિચારો પર કામ કરીને સફળતા પ્રાપ્ત કરે છે.જે દ્રઢ નિષ્ઠા અને મહેનતથી કામ કરે છે તેમને નસીબનો પણ સાથ મળે છે.ક્યારેક વિપરીત પરિસ્થિતિ જણાય તો વિકલ્પ જરૂરથી તૈયાર રાખવા જોઈએ, પરંતુ વિકલ્પો સાથે જ જીવન વિતાવવું એસફળ વ્યક્તિઓનીઆદત નથી હોતી.તેઓ હંમેશા પોતાની યોજના,વિચારો અને મહેનત પરગાઢ વિશ્વાસ ધરાવતા હોય છે.
 
એક યુવાન માટે સફળ થવું એટલું માટે જરૂરી હોય છે કેમ કે તેના થકી દેશનો વિકાસ ગતિશીલ બને છે.જેમ શતરંજની રમતમાં એક પછી એક ચાલરમીનેવિપક્ષનારાજાને માતઆપવાની હોય છે તેવી જ રીતે એક પછી એક કરીને નાના પગલાં થકી યોજનાને પાર પાડી કોઈ પણ સંકટ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય.ઘણાંવિશેષજ્ઞોમાનેછે કે મોટું અંતર કાપવા માટે નાનાં-નાનાં પડાવમાં વિભાજિત કરીને આગળ વધવાથીઆત્મવિશ્વાસમાંવૃદ્ધિથાય છે.પડાવ પર સફળતા મળવાની સાથોસાથ નવીઊર્જાનો સંચાર પણ થાય છે. સ્થિરતા અને શિષ્ટતા થકી દરેક પગલે વિજય મેળવી શકવાની આવડતથી યોજના સંપૂર્ણપણે કારગર નિવડે છે.તેવી જ રીતે,જ્યારે એક યુવાન તેની કારકિર્દીમાં વૃદ્ધિ ઈચ્છતો હોય ત્યારે તેણેએક પછી એક હોદ્દા પરથી પસાર થવું પડે છે અને કુશળતા સાબિત કરવી પડે છે.કંપનીના માલિકે પણ યોજના બનાવીને કામ કરવું પડે છે ત્યારે જ તેનેઈચ્છિત વાર્ષિક ટર્નઓવરપ્રાપ્ત થાય છે.
 
એક વિદ્યાર્થી તરીકે દિવસનાંશરૂઆત અને અંતની ફક્ત ૧૫-૨૦મિનિટજો યોજના બનાવવામાં આવે અને દિવસના અંતે તેનું અવલોકન કરવામાં આવે તો આ આદત વડે તે યુવાન જીવનનાંકોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.પછી તેને સરકારી નોકરી મેળવવા માટેની દેશની સૌથી અઘરી પરીક્ષા યુ.પી.એસ.સી. પાસ કરવી હોય કે તબીબી ક્ષેત્રેકારકિર્દીબનાવવાની ઝંખના હોય,તે રમતાં-રમતાં તેના ઊંચાંનિશાન વીંધી શકશે.
“દ્રઢ યોજના રૂપી થડનું મૂળ જ્યારે શિષ્ટાચાર હોય અને મહેનત,આત્મવિશ્વાસ અને નિશ્ચિત દૃષ્ટિકોણનીડાળીઓથી સજ્જ હોય ત્યારે જ તેના પરસફળતાનાંફળ સુશોભિત થાય છે.”
~ વિવેકજોશી
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ