સમાજ ની વાસ્તવિકતા - દર્શન પંડયા



 વિવિધતા મા એકતા ના દર્શન કરાવતો દુનિયા નો એક માત્ર દેશ અને એટલે આપણો ભારત દેશ. સમગ્ર દેશમાં કેટ કેટલાય લોકો પોત પોતાના સભ્ય સમાજ મા પોત પોતાની સંસ્કૃતિ અને વારસા સાથે જીવતા હોય છે. પણ આ બધી તો  થઈ સામાન્ય વાત પણ આજે મારે આપને આપણા સમાજ ની એક નરી વાસ્તવિક સાથે રુબરુ કરાવવા છે. અને એ છે એક દિકરી ની વાસ્તવિકતા. 


આપણે સૌ જાણીએ છીએ કે સમાજ મા બધા ની આર્થિક પરિસ્થિતિ સરખી નથી હોતી. બધા ની અલગ અલગ હોય. પણ એ ગરીબ બાપ ની પરિસ્થિતિ થી આજે હું તમને વાકેફ કરવા નો પ્રયત્ન કરું છું .ત્યારે આ વાકય તમે વાંચશો એટલે તમને બધું જ સમજાય જશે કે આપણા સમાજ ની વાસ્તવિકતા શું છે :

"એ તેના બાપ ને  એક ની એક દિકરી હતી.... છતાં પણ સાસરિયા તેને એમ કહી  મેણા મારે છે કે તારા બાપે શું આપ્યું"

જેણે પોતાના કાળજા નો કટકો કન્યાદાન મા  આપ્યો હોય, જે બાપે પોતાની વહાલ સોઈ દિકરી સ્વરુપે પોતાના નું સર્વસ્વ આપી દીધૂ હોય પછી એ બાપ પાસે શું માંગવાનું હોય પણ સમાજ મા આજે પણ એવા અમુક લોકો છે જેને બાપની એક ની એક દિકરી કરતાં સોના ચાંદી ઝવેરાત ની કિંમત વધૂ લાગે છે અને એટલે જ તો એ ગરીબ બાપની દિકરી ને આવા ન સંભળાય તેવા મેણા મારતા હોય છે. 
સમાજ ના આવા લોકો ને  મારી કરબધ્ધ પ્રાર્થના છે કે એ ગરીબી બાપ ની મજબુરી નો લાભ ન ઉઠાવશો કારણ કે રામાયણ મા જ્યારે સીતાજી ની વિદાય થાય છે ત્યારે દશરથ રાજા જનક રાજા ના પગ મા પડી  પ્રણામ કરે છે ત્યારે જનક બોલ્યા કે હે રઘુવંશ ના સરતાજ તમારે મને પગે ન લાગાય તમે મોટા(મહાન) છો ત્યારે દશરથ બોલ્યા કે અત્યાર સુધી હું મોટો હતો પણ આજે  નાનો થઈ ગયો છું કારણ કે આ હું મારા પુત્રો માટે આપની દિકરી ને માંગવા આવ્યો હતો. અને આપે કઠણ કાળજે તેને વિદાય કરે દુનિયા શ્રેષ્ઠ દાનવીર ગણાયા છો.. માંગવા વાળા કરતાં દેવા વાળો હંમેશા મોટો હોય.એ વાત તમે  સાબિત કરી દીધી, આપે મને ધન્ય કરી દીધો છે. 
રામાયણ મા પણ જો  દિકરી ના બાપ ને  મહાન ગણવામાં આવ્યા તો આપણે એ પરંપરા નિભાવતા રહીએ. દરેક પરણિત દિકરી ને પુરતુ માન સન્માન આપી તેને પણ ગર્વ થી આપણે આપણા સમાજમાં જીવવા દઈએ. 
 
🖊️ દર્શન પંડયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ