આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ એક્શન મોડમાં !

 

આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ઈશુદાન ગઢવી ના નામ પર પહેલી વાર ચૂંટણી લડી અને રાજ્યમાં ત્રીજો પક્ષ નથી ચાલતો તેવી ભ્રાંતી નો છેદ ઉડાડી દીધો. આમ આદમી પાર્ટી 5 ધારાસભ્ય સાથે લગભગ 14% મતદાન મેળવવામાં સફળ રહી અને લગભગ 40 બેઠકો ઉપર બીજા ક્રમે રહી.


રાષ્ટ્રીય સ્તરે અરવિંદ કેજરીવાલની છબી અને ગુજરાતમાં ઈશુદાન ગઢવીની છબીના કારણે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જબરો ફાયદો થયો છે જોકે પાર્ટીને પોતાની ધારણા કરતા ધણું ઓછું પરિણામ આવ્યું છે પણ પાર્ટી એ 2024 અને 2027 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ અંતર્ગત ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. 
હિંદુ પરંપરા અને રીતી રિવાજોમાં આસ્થા રાખનાર ઈશુદાન ગઢવીએ કમુરતા ઉતરતાની સાથેજ નવરંગપુરા પ્રદેશ કાર્યાલય ખાતે ચાર્જ સંભાળ્યો સાથો-સાથ ગુજરાતમાં સંગઠન રૂપરેખા અને 2024 તથા 2027 ની તૈયારીઓ માટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તારીખ 16 /01/2023 ના રોજ પદભાર સંભાળ્યો સાંભળતા ની સાથેજ ખૂબજ સક્રિય મોડમાં દેખાઈ રહ્યા છે ઇસુદાન ગઢવી. અમારા સૂત્રો દ્વારા માહિતી મળ્યા મુજબ રોજ સવારે માતાજીની આરાધના કરી પોતાની ટીમ સાથે રોજે-રોજ ની સંગઠન અને અન્ય માહિતીઓ મેળવી રહ્યા છે. ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે અને લગભગ રાત્રે 10 થી 11 વાગ્યા સુધી પ્રદેશ કાર્યાલય/ બહાર મીટીંગો કરી રહ્યા છે કાર્યાલય પર આટલો સમય આપવા બદલ કાર્યાલય પણ રાતે ખુલ્લું રહેવા લાગ્યું છે અને ઘણા કાર્યકરો અને નેતાઓ ઈશુદાન ગઢવીની સક્રિયતા જોઈ મૂંઝવણમાં છે અને વાત કરતા સંભળાઈ રહ્યા છે કે 2022માં જે પણ થયું એ થયું ૨૦૨૭ માં આપની સરકાર અવશ્ય બનશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ